વસાવા લોકુંઅ બાબોતુમ

વસાવા લોક આદી ભીલ જાતીમનેઅ હાય. તે ખાસ કીઈન ગુજરાત આને મહારાષ્ટ્રા રાજુંહમ રેતાહ. ગુજરાતુમ તે ભરુચ, નર્મદા, સુરત, આને તાપી જીલ્લાંહમ રેતાહ. મહારાષ્ટ્રામ તે નંદુરબાર આને ધુલીયા જીલ્લાંહમ રેતાહ. તીયાંઅ બોલી વસાવી આખાઅહે. વીસ્તારુ પોરમાણે તે બોલી બોદલાઅહે. એટલે કા, આંબુળી, દેહવાલી, ખાનદેસી, ડોગરી, ખાટાલી, આને દુબલી. 

વસાવા લોકુંહમ ખેતી કેઅનારા હાય, નોકરી કેઅનારા હાય, આને મેહનોત-મોજરી કેઅનારા હાય. તે પોતાઅ કોઅમે ગોવારાંહન ખેરા મોનુકીંઅ આવકાર કેઅતાહ આને ખુબ માયા કીઈન તીયાંઅ સેવા-ચાકરી કેઅતાહ. તે એક-બીજાઅ સુખુ-દુખુંહમ દોવળી આવતાહ આને હાના-મોડા કામુમ ઉબી રેતાહ. તે ખુબ માયાલુ સોબાવુઅ હાય.